એસ.બી.ઠાકોરના બ્લોગમાં આપનું સ્વાગત છે.

Friday, 26 December 2014

દેશના સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન વિશે’ જાણવા જેવું બધું જ

🇮🇳 વર્ષ 1954માં ભારત રત્ન સન્માનની શરૂઆત થઈ
🇮🇳 તેમાં પદક ઉપરાંત રાષ્ટ્રપતિની સહીવાળું સન્માન પત્રક આપવામાં આવે છે.
🇮🇳 ભારત રત્નને કોઈ આર્થિક રકમ આપવામાં નથી આવતી.
🇮🇳 કળા-સાહિત્ય-રાજકારણ કે અન્ય કોઈ ક્ષેત્રમાં સર્વોચ્ચ પ્રદાન કરનારને આ પદક આપી શકાય છે.
🇮🇳 ભારત રત્નથી સન્માનિત વ્યક્તિ પોતાના નામ સાથે ભારત રત્ન ન લખી શકે. જોકે બાયોડેટામાં કે અન્ય કોઈ સન્માન કાર્યક્રમમાં લખી શકાય.
🇮🇳 કોઈ ચોક્કસ વરસે મહત્તમ ત્રણ લોકોને જ ભારત રત્નથી સન્માનિત કરી શકાય
🇮🇳 યુપીએ સરકારના દસ વર્ષના કાર્યકાળ દરમિયાન માત્ર ત્રણ લોકોને ભારત રત્નપદકથી સન્માનિત કરવામાં આવ્યા છે.
🇮🇳 અત્યાર સુધીમાં  43 લોકોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે.
🇮🇳 હાલમાં માત્ર પાંચ ભારત રત્ન હયાત છે. લતા મંગેશકર, પ્રો. અબ્દુલ કલામ, સચિન તેંડુલકર, યુએનઆર રાવ તથા અમતર્ય સેન
🇮🇳 મધર ટેરેસા, નેલ્સન મંડેલા, ખાન અબ્દુલ્લ ગફાર ખાન જેવા વિદેશી અથવા વિદેશમાં જન્મેલા લોકોને પણ દેશનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે.
🇮🇳 સચિન તેંડુલકર સૌથી યુવાન ભારત રત્ન વિજેતા છે.
🇮🇳 ભારત રત્નનું પદક મેળવનારા સચિન પ્રથમ ખેલાડી છે.
🇮🇳 ધોંડો કેશવ કર્વેને જ્યારે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે તેમની ઉંમર 100 વર્ષ હતી.
🇮🇳 સચિન પહેલા સૌથી યુવાન ભારત રત્ન વિજેતા રાજીવ ગાંધી હતા. તેમને 47 વર્ષની ઉંમરે આ પદક આપવામાં આવ્યું હતું. આ પદક તેમને મરણોપરાંત અપાયું હતું.

No comments:

Post a Comment