1. વરસાદ ના પ્રકારો
૧. ફરફર : માત્ર રૂવાડાં ભીના થાય એવો વરસાદ
૨. છાંટા : ફરફર કરતાં વધુ પણ પ્રમાણમાં ઘણો ઓછો વરસાદ
૩. ફોરાં : છાંટા કરતા વધારે. જમીન પર પડતું ટીપું એકાદ ઈંચ જગ્યાને પલાળે એવો વરસાદ
૪. કરાં : ફોરાં કરતા મોટા ટીપાં, જે બરફ રૂપે વરસે
૫. પછેડીવા : પછેડી હોય તો રક્ષણ મળે તેવો વરસાદ
૬. નેવાંધાર : ઘરના નળિયા સંતુપ્ત થઈ જાય પછી ટપકવા માંડે એવો વરસાદ
૭. મોલ–મે : ખેતરમાં પાકને જીવતદાન મળે એટલો વરસાદ
૮. અનરાધાર : છાંટા કે ફોરા એકબીજાને અડી જાય, જાણે ધાર પડતી લાગે એવો વરસાદ
૯. મુશળધાર કે સુપડાધાર : બે ચાર ધારા ભેગી થઇને એકધારી વરસતી રહે તેવો વરસાદ. જાણે સુપડામાંથી પાણી પડતું લાગે.
૧૦. ઢેફાભાંગ : ખેડેલા ખેતરોની માટીના ઢેફાને ભાંગે એવો વરસાદ આને વાવણી જોગ પણ કહેવાય.
૧૧. પાણ–મે : ખેતરના કયારાઓ પાણીથી ભરાઈ જાય. પાણી જમીનમાં ઉતરે કૂવાની સપાટી ઉંચી આવે.
૧૨. હેલી : આ ૧૧ પ્રકારના વરસાદનું મિશ્રણ વરસ્યા કરે. અઠવાડિયા સુધી કોઈપણ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેને હેલી વરસી એવું કહેવાય છે.
આ બારે પ્રકારના મેઘ એક સામટા વરસે ત્યારે કહેવાય, બારે મેઘ ખાંગા થયા.
Monday, 23 March 2015
વરસાદ ના પ્રકારો
Labels:
સામાન્ય જાણકારી
Subscribe to:
Post Comments (Atom)
Khub Saras
ReplyDelete