એસ.બી.ઠાકોરના બ્લોગમાં આપનું સ્વાગત છે.

Thursday, 23 October 2014

For fix pay

દિવાળીના તહેવારોમાં રાજ્ય સરકારે ફિક્સ પગારદારોને મોટી ભેંટ આપી છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, ફિક્સ પગાર ધરાવતા સરકારી કર્મચારીઓને સરેરાશ 37થી 58 ટકા પગાર વધારો આપવામાં આવ્યો છે. આ પગારવધારો આ જ મહિનેથી લાગુ પડી જશે. રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવારો ટાણે જ આ જાહેરાત કરવામાં આવતા એકાદ લાખ જેટલા ફિક્સ પગારકર્મીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. આ સાથે સરકાર દ્વારા નજીકના ભવિષ્યમાં અઢી લાખ જેટલી ભરતી કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરાઈ છે. સરકાર દ્વારા આજે કરાયેલી જાહેરાત અનુસાર, 4500 રૂપિયા ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓનો પગાર વધારીને 7100 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે 5300 રૂપિયા ફિક્સ પગાર ધરાવતા સરકારી કર્મચારીઓનો પગાર વધારીને 7800 રૂપિયા કરાયો છે. 9400 રૂપિયા પગાર ધરાવતા કર્મચારીઓનો પગાર હવે વધીને 13,500 રૂપિયા થયો છે. જ્યારે કે, 10,000 ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓનો પગાર વધીને 13,700 રૂપિયા થયો છે. ——by @UC Browser

No comments:

Post a Comment