એસ.બી.ઠાકોરના બ્લોગમાં આપનું સ્વાગત છે.

Monday, 16 March 2015

ગ્રામ્ય માતા


ગ્રામ્ય માતા

(શાર્દૂલવિક્રીડિત) ઊગે  છે  સુરખીભરી  રવિ  મૃદુ  હેમન્તનો  પૂર્વમાં ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એકે નથી વાદળી ઠંડો  હિમભર્યો  વહે  અનિલ  શો, ઉત્સાહને  પ્રેરતો જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠા ગીતડાં
(માલિની) મધુર સમય  તેવે  ખેતરે  શેલડીના રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે કમલવત ગણીને બાલના ગાલ રાતા રવિ નિજ કર તેની  ઉપરે ફેરવે  છે
(અનુષ્ટુપ) વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી અહો  કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે
(વસંતતિલકા) ત્યાં  ધૂળ દૂર  નજરે  ઊડતી  પડે  છે ને  અશ્વ  ઉપર  ચડી  નર  કોઈ આવે ટોળે  વળી  મુખ  વિકાસી ઊભા રહીને તે  અશ્વને  કુતૂહલે  સહુ  બાલ  જોતાં
(મંદાક્રાન્તા) ધીમે  ઊઠી  શિથિલ કરને નેત્રની પાસ રાખી વૃદ્ધા  માતા નયન નબળાં  ફેરવીને  જૂએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાન્ત બેસી રહીને જોતાં ગાતો સગડી પરનો  દેવતા  ફેરવે  છે
(અનુષ્ટુપ) ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં કૃષિક, એ ઊઠી ત્યારે ‘આવો બાપુ !’ કહી ઊભો
(શાર્દૂલવિક્રીડિત) ‘લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને’ બોલીને અશ્વેથી ઊતરી યુવાન ઊભીને  ચારે  દિશાએ જૂએ ‘મીઠો છે રસ ભાઈ ! શેલડી તણો’ એવું દયાથી કહી માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી
(વસંતતિલકા) પ્યાલું ઉપાડી ઊભી  શેલડી પાસ માતા છૂરી  વતી  જરીક  કાતળી એક  કાપી ત્યાં સેર છૂટી  રસની ભરી  પાત્ર  દેવા ને કૈંક વિચાર કરતો નર  તે ગયો  પી
(અનુષ્ટુપ) ‘બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા’ કહીને  પાત્ર  યુવાને  માતાના  કરમાં  ધર્યું
(મંદાક્રાન્તા) કાપી  કાપી  ફરી  ફરી  અરે !  કાતળી  શેલડીની એકે  બિન્દુ  પણ  રસતણું  કેમ હાવાં  પડે  ના ? ‘શું કોપ્યો છે પ્રભુ મુજ પરે !’ આંખમાં આંસુ લાવી બોલી માતા  વળી  ફરી  છૂરી   ભોંકતી  શેલડીમાં
(અનુષ્ટુપ)
‘રસહીન ધરા થઈ  છે, દયાહીન થયો  નૃપ નહિ તો ના બને આવું’ બોલી માતા ફરી રડી
(વસંતતિલકા) એવું   યુવાન  સુણતાં  ચમકી  ગયો  ને માતાતણે  પગ  પડી  ઊઠીને   કહે  છે: એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ ! એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !
(શાર્દૂલવિક્રીડિત) પીતો'તો રસ મિષ્ટ હું પ્રભુ! અરે ત્યારે જ ધાર્યું  હતું આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે, એવી ધરા છે  અહીં છે  તો  યે મુજ ભાગ  કૈં નહીંસમો, તે હું વધારું  હવે શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?
(ઉપજાતિ) રસ  હવે  દે ભરી પાત્ર  બાઈ ! પ્રભુ  કૃપાએ  નકી   એ  ભરાશે સુખી રહે બાઈ ! સુખી રહો સૌ, તમારી તો આશિષ માત્ર માગું !
(વસંતતિલકા) પ્યાલું  ઉપાડી ઊભી  શેલડી પાસ માતા છૂરી વતી  જરી  જ  કાતળી  એક કાપી ત્યાં  સેર  છૂટી  રસની  ભરી પાત્ર દેવા બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલું !
-કલાપી

No comments:

Post a Comment