એસ.બી.ઠાકોરના બ્લોગમાં આપનું સ્વાગત છે.

Monday, 23 March 2015

ભારત ના રાષ્ટ્રપતિ

ભારત ના રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ પદનુ અસ્તિત્વ દેશના બંધારણની કલમ ૫૨(બાવન) ને આભારી
દેશના પ્રથમ નાગરીક, બંધારણીય વડા છે. દેશના શસ્ર દળના વડા છે.
દેશ આખાના બનેલા સમગ્ર ભારતીય મતદાર મંડળે આપેલી બહુમતીના આધારે ચુંટાય છે.
સમગ્ર દેશનુ પ્રતિનિધિત્વ કરતા હોવાથી કોઇ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોતા નથી.
દેશના બંન્ને ગ્રુહોના સાંસદો, દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને યુનિયન ટેરીટરી ઓફ પોંડિચેરી સહિત વિવિધ રાજ્યોની વિધાનસભાના સભ્યો દ્વ્રારા મતદાન.
વિધાન પરિષદના સભ્યો અને રાષ્ટ્રપતિ એ નિયુક્ત કરેલા રાજ્ય સભાના સભ્યો મતદાન કરી શકતા નથી.
રાષ્ટ્રપતિની ચુંટણી પરોક્ષપણે યોજાય છે.
સંસદ કે વિધાન સભાની બેઠકો ખાલી હોવા છતાં ચુંટણી યોજાય છે.
રાષ્ટ્રપતિ બંધારણની કલમ નં ૧૭૨(૧), ૧૭૪(૬), ૩૫૬(૧) હેઠળ એકથી વધુ વિધાનસભાને વિખેરી મતદાન મંડળોની સરંચના બદલી શકે.
સસ્પેન્ડ વિધાનસભાના સભ્યો ચુંટણીમં ભાગ લઇ શકે.
કલમ ૫૬(૧)(સી) હેઠળ નવા રાષ્ટ્રપતિ કાર્યભાળ સંભાળે ત્યાં સુધી જુના રાષ્ટ્રપતિ ચાલુ રહે છે.
રાષ્ટ્રપતિની મુદત લંબાવી શકાતી નથી કે ચુંટણી મોકુફ રાખી શકાતી નથી.
મુદત પુરી થવાના બે માસ અગાઉ નવા રાષ્ટ્રપતિ માટે જાહેરનામુ બહાર પાડવુ પડે છે.
કલમ ૬૨(૧) માં નક્કી કરેલી સમયમર્યાદામાં ચુંટણી પુરી કરવી પડે છે.

No comments:

Post a Comment