ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાંનું યાદ સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં
તરતા ખેતરશેઢે સોનલ તમને ફૂલ દીધાંનું યાદ
અમે તમારી ટગરફૂલ-શી આંખે
ઝૂલ્યાં ટગર ટગર તે યાદ
અમારી બરછટ બરછટ હથેળીઓને
તમે ટેરવાં ભરી કેટલી વાર પીધાંનું યાદ
તમારી નાજુક નાજુક હથેળીઓને
અમે ટેરવાં ભરી કેટલી વાર પીધાંનું યાદ
તમને ફૂલ દીધાંનું યાદ
અડખેપડખેનાં ખેતરમાં
ચાસ પાડતાં હળ મારી આંખોમાં તરતાં
એકલ-દોકલ કોઈ ઉછળતું સસલું દોડી જતાં
ઝાંખરાં પરથી પર્ણો ખરતાં
તરે પવનના લયમાં સમડી
તેના છાયા છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતાં
તમને ફૂલ દીધાંનું યાદ
ડાળ ઉપર ટાંગેલી ઠીબનું
નાનું સરખું બપોર ઊડી
એક સામટું પાંખ વીંઝતું હવા જેવડું થાય
ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં
સવાર પીતું નીલરંગનું પંખી જોઈ
ઝાડ ભૂલ્યાંનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી
ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાનું યાદ
Tuesday, 24 March 2015
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
Labels:
ગુજરાતી સાહિત્ય સાગર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment