ગુજરાતના તમામ વર્તમાન પ્રધાનોને મહિને રૃા.૭૭,૧૦૮ પગાર-ભથ્થા પેટે તથા ધારાસભ્યોને મહિને રૃા.૬૪,૧૭૦ પગાર-ભથ્થાં પેટે મળે છે. તદુપરાંત એમને વીવીઆઇપી સગવડો મળે છે. મહદંશે આ પ્રધાનો અને ધારાસભ્યો રૃા.૧૦ લાખથી ઉપરની સ્પોર્ટસ યુટિલિટી વ્હીકલ પ્રકારની મોટરકાર ધરાવે છે અને મોટેભાગે દર બે વર્ષે ગાડી બદલી નાખે છે. તેઓ મોંઘાદાટ ડિઝાઇનર વેર કપડાં પહેરે છે અને મહિલા ધારાસભ્યો રૃા.૧૦ હજારથી ઓછી કિંમતની સાડી પહેરતી નથી. આમ છતાં ધારાસભ્યો-પ્રધાનોને અત્યારના પગાર-ભથ્થાં જરા પણ પોસાતા નથી, તેઓ તેમના પગાર-ભથ્થાંની સમીક્ષા માગી રહ્યાં છે, વધારો માગી રહ્યાં છે.
પ્રધાનોને/ ધારાસભ્યોને પગાર-ભથ્થાં
પ્રધાનોને માસિક પગાર-ભથ્થાં ઃ
રૃા.૭૭,૧૦૮ વત્તા ડ્રાઇવર સહિત મોટરકાર વત્તા અન્ય સવલતો
ધારાસભ્યોને માસિક પગાર-ભથ્થાં ઃ
રાજ્યસરકારના નીચલી શ્રેણીના વર્ગ-૧ અધિકારીને ચૂકવાય છે, તેટલો મૂળ પગાર રૃા.૨૧,૦૦૦ વત્તા ટેલિફોન ચાર્જ રૃા.૪૦૦૦, ટપાલ- લેખન સામગ્રી ભથ્થું રૃા.૩૦૦૦, અંગત મદદનીશ ભથ્થું રૃા.૩૦૦૦ મળીને રૃા.૩૧,૦૦૦ અને તેની ઉપર ૧૦૭ ટકા મોંઘવારી ભથ્થું મળીને કુલ રૃા.૬૪,૧૭૦ વત્તા અન્ય સવલતો.
અન્ય સવલતો ઃ
૧. દૈનિક ભથ્થું ઃ વિધાનસભાનું સત્ર કે સમિતિની બેઠકના હાજરી આપવા આવે ત્યારે દૈનિક ભથ્થું રૃા.૨૦૦
૨. મુસાફરી ભથ્થું ઃ કિલોમીટર દીઠ ચૂકવણી પેટ્રોલની કારમાં રૃા.૮ લેખે, ડીઝલની કારમાં, રૃા.૭ લેખે, સીએનજી કારના રૃા.૪ લેખે, દ્વિચક્રી વાહનમાં રૃા.૨ લેખે, અન્ય રીતે કરવામાં આવેલી મુસાફરીમાં રૃા.૨ લેખે. જો રેલવેનો ઉપયોગ થાય તો ફર્સ્ટ અથવા સેકન્ડ એ.સી. ભાડું.
૩. રેલવે મુસાફરી ઃ પતિ-પત્ની તથા બે બાળકો સાથે ગુજરાતમાં ફર્સ્ટ અથવા સેકન્ડ એ.સી.માં મફત. ગુજરાત બહાર પોતે વર્ષમાં ૧૦ હજાર કિલોમીટર અને સહયાત્રીઓ સાથે ૨૦,૦૦૦ કિલોમીટર સુધી મફત.
૪. એસટી મુસાફરી ઃ તદ્દન મફત પતિ-પત્ની તથા અન્ય બે કુટુંબીઓ સાથે.
૫. વિમાની મુસાફરી ઃ વર્ષમાં ત્રણ વખત આખા ભારતમાં ગમે ત્યાં આવવા-જવા સાથે, કુટુંબના એક સભ્ય સાથે.
૬. તબીબી સારવાર ઃ પતિ-પત્ની તથા કુટુંબીજનને માન્ય કોઇપણ હોસ્પિટલમાં તદ્દન મફત.
૭. ટેલીફોન ઃ વતનના નિવાસસ્થાને તથા ગાંધીનગરના ક્વાર્ટર ખાતે ટેલીફોન તથા ભાડું.
નોંધ ઃ- તમામ પ્રધાનો, સંસદીય સચિવો, વિપક્ષી નેતા તથા અન્ય હોદ્દેદારોને એકસરખા પગાર-ભથ્થાં મળે છે.
No comments:
Post a Comment