એસ.બી.ઠાકોરના બ્લોગમાં આપનું સ્વાગત છે.

Thursday, 14 April 2016

દેશમાં દુષ્કાળની સ્થિતિ, દેશના 91 મોટા જળાશયોમાં માત્ર 37.92 બિલિયન ક્યુબિક મીટર પાણી






GSTV 7.38 April 14, 2016
દેશભરમાં સૂર્યનારાયણ તેજોમય થઈને ગરમી વરસાવી રહ્યા છે. તાપમાનમાં સતત વધારો નોંધાયો છે. પાણીની મુશ્કેલીઓ વધતી જાય છે. ત્યારે દેશના 91 મોટા જળાશયોમાં પણ પાણીની ઘટ જોવા મળી છે. દેશના 91 મોટા જળાશયોમાં કુલ થઈને 37.92 બિલિયન ક્યુબિક મીટર જ પાણી છે.
દુષ્કાળની સ્થિતિનો સામનો કરતા દેશના આઠ રાજ્યો પાણીને લઈને પરેશાન છે. ત્યારે દેશના જળાશયોની સ્થિતએ આફતના એંધાણ આપ્યા છે. દેશના મોટા 91 જળાશયોમા પોતાની ક્ષમતા કરતા કુલ 24 ટકા જ પાણી બચ્યુ છે. એટલે કે જળાશયોમાં પોતાની ક્ષમતા કરતા ચોથા ભાગનું પાણી બચ્યુ છે. કેન્દ્રિય જળ આયોગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જળાશયોમાં જે પાણી છે..તે ગત વર્ષની સ્થિતિથી ઓછું પાણી છે.
જે રાજ્યોમાં ગત વર્ષ કરતા ઓછુ પાણી છે તે રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, પશ્વિમ બંગાળ, રાજસ્થાન, ઝારખંડ, ઓડિશાના જળાશયોમાં પાણી ઓછુ છે. આ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક, અને કેરળના જળાશયોમાં પાણીનું ઘટેલુ સ્તર ચિંતા જનક છે.
દેશના 91 મોટા જળાશયોની પાણી રાખવાની કુલ ક્ષમતા 157 બિલિયન કયુબિક મીટર છે. જે દેશના કુલ 253 જળાશયોની કુલ ક્ષમતાના લગભગ 62 ટકા છે. જોકે, હાલ આ જળાશયોમાં માત્ર 37.92 બિલિયન ક્યુબિક મીટર પાણી છે. ગત વર્ષે ઓછો વરસાદ થવાના કારણે આ વર્ષે જળાશયોમાં પાણી ઓછુ આવ્યુ હતુ. જેથી પાણીનું સ્તર ઓછુ છે.



Posted via Blogaway


No comments:

Post a Comment