એસ.બી.ઠાકોરના બ્લોગમાં આપનું સ્વાગત છે.

Thursday, 14 April 2016

મણિપુરના જંગલમાં મેજર શહીદ : મૃતદેહ શોધવામાં ૨૪ કલાક લાગ્યા



Gujarat Samachar
- ઉગ્રવાદીઓએ સૈન્યના મેજરની હત્યા કરી હતી
- વતન હરિયાણામાં અંતિમ સંસ્કાર કરાશે
૨૧ વર્ષિય અમિત દેસવાલે ઉગ્રવાદીઓ સામે છેડેલા ઓપરેશનની આગેવાની લીધી હતી (પીટીઆઇ) ઇંફાલ તા. ૧૪ મણિપુરનાં નુંગબાનાં જંગલોમાં સૈન્યના મેજર અમિત દેસવાલની હત્યા થઇ હતી, તેમનો મૃતદેહ શોધવામાં જોકે સૈન્યને ૨૪ કલાકનો સમય લાગ્યો હતો. ઉગ્રવાદીઓ વિરૃદ્ધ છેડવામાં આવેલા ઓપરેશનમાં આ મેજર શહીદ થયા હતા, તેમને ઉગ્રવાદીઓએ ગોળી મારી હતી જેને પગલે ઘટના સમયે જ તેઓનું મોત નિપજ્યું હતું. હરિયાણાના વતની ૨૧ વર્ષિય મેજર અમિત દેસવાલ મણિપુરના અતી ગાઢ જંગલોમાં ઉગ્રવાદીઓ સામે ભારે હિંમત સાથે લડયા હતા, જોકે એક જગ્યાએ તેઓ ઘેરાઇ ગયા અને એન્કાઉન્ટરમાં મોતને ભેટયા હતા. દરમિયાન તેમની સાથે સૈન્યના જે જવાનો હતા તેઓ પણ અલગ પડી ગયા હોવાથી મેજર એકલા લડતા રહ્યા અને શહીદ થયા હતા, સામે તેઓએ એક ઉગ્રવાદીને પણ માર્યો હતો, તેમનો મૃતદેહ ગાઢ જંગલોમાં શોધવા માટે સૈન્યએ ભારે જહેમત કરવી પડી હતી જોકે અંતે તે મળી ગયો હતો. નોંધનીય છે કે મણિપુરમાં કેટલાક ઉગ્રવાદી સંગઠનો સક્રિય છે, અહીં જંગલ વિસ્તાર હોવાથી સૈન્ય માટે તેમને શોધવા ભારે મુશ્કેલીભર્યું છે.


1 comment:

  1. The Best Casinos in Colorado 2021 - JtmHub
    It's a little hard to decide what to make of the online 광주 출장마사지 casinos in 안동 출장샵 Colorado. Many 안동 출장안마 of them offer great bonuses, 구미 출장마사지 but you can't make the 인천광역 출장샵 same big

    ReplyDelete