એસ.બી.ઠાકોરના બ્લોગમાં આપનું સ્વાગત છે.

Saturday, 14 March 2015

ધો.૧૦ની વિજ્ઞાાનની પરીક્ષામાં પણ ગેરરીતિમાં ૫૮ વિદ્યાર્થી પકડાયા

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા શરૃ થયેલી પરીક્ષાના ત્રીજા દિવસે ધો.૧૦માં ગેરરીતિનાં ૫૮ કેસ પકડાયા હતા. જ્યારે ધો.૧૨ કોમર્સ-સાયન્સમાં ૩ વિદ્યાર્થીને કોપી કરતા ઝડપી લેવાયા હતાં. એ સિવાય ધો.૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના બન્ને પેપરો સાવ સરળ હતા. જ્યારે ધો.૧૨ સાયન્સમાં કેમેસ્ટ્રીના પેપરે કેટલાક વિદ્યાર્થીઓને રડાવી દીધા હતાં.
શનિવારે ધો.૧૦માં વિજ્ઞાાન અને ટેકનોલોજી, ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર અને ધો.૧૨ સાયન્સનાં કેમેસ્ટ્રીનું મહત્ત્વનું પેપર હતું. જોકે વિજ્ઞાાન અને આંકડાશાસ્ત્રનાં પેપરો પાઠયપુસ્તક આધારીત અને તદ્દન સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓએ કહ્યું કે પેપર સાવ સહેલું હતું. અમને લખવામાં કોઈ મુશ્કેલી નડી નથી. જ્યારે ધો.૧૨ સાયન્સનાં ચોથા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓને સૌથી વધુ જેની ચિંતા હતી તે કેમેસ્ટ્રી વિષયનું પેપર પ્રમાણમાં અઘરું નીકળ્યું હતું.કેમેસ્ટ્રીમાં ૧૮ થી ૨૦ ગુણનાં MCQ વિદ્યાર્થીઓને અઘરા લાગ્યા હતા. જેમાં ગણતરી કરવામાં સમય વધુ જતો રહ્યો હતો. જેથી કેમેસ્ટ્રીનાં પેપરમાં અનેક સ્કોલર જેથી કેમેસ્ટ્રીનાં પેપરમાં અનેક સ્કોલર વિદ્યાર્થીઓને પણ ઓછા માર્કસ આવશે એનાં સીવાય બાકીનું પેપર પુસ્તક આધારીત અને સરળ હોવાનું વિદ્યાર્થીઓએ કહ્યું હતું.
બોર્ડનાં સત્તાવાર સૂત્રોએ પણ દાવો કર્યો હતો કે ત્રણેય પેપરો પુસ્તક આધારીત અને સરળ રહ્યા હતાં. જ્યારે કેમેસ્ટ્રીનું પેપર મીડિયમ હતું જેથી એવરેજ વિદ્યાર્થીઓને થોડું અઘરું બન્યું હતું. ત્રણેય પેપરમાં કોઈ પ્રકારની ભૂલ નહીં હોવાનું કે ક્યાંથી વિદ્યાર્થી વાલીઓની ફરીયાદ નહીં આવી હોવાનું બોર્ડનાં સૂત્રોએ જણાવ્યું હતું.
ત્રીજા દિવસની પરીક્ષામાં ધો.૧૦માં અધધધ કહી શકાય તેમ ૫૮ ગેરરીતિનાં કેસ નોંધાયા હતા. જેમાં જૂનાગઢમાં સૌથી વધુ ૨૩ અને અમદાવાદ ગ્રામ્યમાં આઠ કેસનો સમાવેશ થાય છે. જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં અમદાવાદની વટવાની ન્યુ મેઘદૂત હાઇસ્કૂલમાંથી એક વિદ્યાર્થી ચોરી કરતા પકડાયો હતો. આમ સમગ્ર રાજ્યમાં ગેરરીતિનાં ધો.૧૦-૧૨માં મળીને કુલ ૬૧ કેસ નોંધાયા છે.

No comments:

Post a Comment