એસ.બી.ઠાકોરના બ્લોગમાં આપનું સ્વાગત છે.

Wednesday, 11 March 2015

આજથી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓનો પ્રારંભ

અણીશુધ્ધ પ્રામાણિક અને પારદર્શી પરીક્ષાના ધ્યેય સામે આવતીકાલથી ધો.૧૦અને ધો.૧૨ની પરીક્ષાઓનો પ્રારંભ થશે. આ વર્ષથી માત્ર સંવેદનશીલ કેન્દ્રો જ નહી. બધા જ કેન્દ્રો સીસી ટીવી કેમેરાથી સજજકરી દેવામાં આવ્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારીના એકશન પ્લાન પ્રમાણે ધો.૧૦ અને ધો.૧૨ના મળીને કુલ ૮૬ હજાર પરીક્ષાર્થી પરીક્ષા આપશે. આ વર્ષે વિજ્ઞાાન પ્રવાહના બીજા અને ચોથા સેમેસ્ટરની પરીક્ષાઓ અલગ પાડી દેવામાં આવી છે.
તે મુજબ સામાન્ય પ્રવાહની પરીક્ષા સામે વિજ્ઞાાન પ્રવાહના ચોથા સેમેસ્ટરની પરીક્ષા લેવાશે અને બીજા સેમેસ્ટરની પરીક્ષા માર્ચ મહિલાના અંતિમ સપ્તાહમાં લેવાશે.
કેન્દ્રો પર કરાયેલી વ્યવસ્થા મુજબ સેન્ટરમાં પ્રવેેેશ વખતે જ તેમની પાસે જો કોઇ પરીક્ષાલક્ષી સાહિત્ય હશે તો તે લઇ લેવામાં આવશે. વાલીઓ પરીક્ષા કેન્દ્રોથી દુર રહે તે માટે દરેક સેન્ટરની આસપાસ ૧૪૪મી કલમ જાહેર કરવામાં આવી છે. સામૂહિક ચોરીના પ્રયત્નોને ટાળવા સેન્ટરોની આસપાસની ઝેરોક્સની દુકાનો બંધ રાખવાની ફરજ પડાશે.
પરીક્ષા કેન્દ્રની અંદર પોલીસ સહિત કોઇપણ વ્યક્તિ પ્રવેશી શકશે નહીં. ખંડ નિરીક્ષકોને પણ ડ્રો સિસ્ટમથી જે તે ખંડની જવાબદારી સોંપવામાં આવશે.
વિજ્ઞાાનપ્રવાહના તમામ ૩૩ કેન્દ્રો પર વર્ગ-૧ કક્ષાના સરકારી અધિકારીને ઓબ્ઝર્વર તરીકે મૂકવામાં આવ્યા છે જે સેન્ટર પર પૂર્ણકાલિન હાજરી આપશે.
આ વર્ષે તમામ કેન્દ્રોના બધા જ ખંડોમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા હોવાથી અને તેનું ક્ષણે ક્ષણનું રેકોર્ડીંગ અને ઓબ્ઝર્વેશન થનારૃં હોવાથી સ્થાનિક સ્કવોડ દોડાવવાનું બોર્ડે માંડી વાળ્યું છે. તેને બદલે ગાંધીનગરથી વર્ગ-૧ના સિનિયર અધિકારી અને તેમની ટીમ ગમે તે કેન્દ્રની મુલાકાત લે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ જરૃર જણાય ત્યાં સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકશે. એન્જિનિયરીંગ કેલ્ક્યુલેટર વાપરવું એ ગુનો ગણાશે.
વિદ્યાર્થીઓ શાંતિથી પ્રશ્નપત્રને ન્યાય આપી શકે તેવી તમામ તૈયારીઓ સંપન્ન થઇ ગઇ છે. વિદ્યાર્થીએ કોઇ પણ પ્રકારની ચિંતા રાખ્યા વગર પ્રામાણિક રીતે પરીક્ષા આપવા અને વાલીઓને પરીક્ષાતંત્ર પર વિશ્વાસ રાખવા જિલ્લા શિક્ષણાધિકારીએ અપીલ કરી છે.

No comments:

Post a Comment