નવી દિલ્હી, તા. 13 એપ્રિલ 2016
જમ્મૂ-કાશ્મીરમાં સરહદી જિલ્લાના કુપવાડાના હંદવાડામાં સેનાના જવાન પર છોકરીની છેડતીના મુદ્દે વાતાવરણ ગર્માયુ છે. આ દરમિયાન આજે આ મુદ્દે એક નવો વળાંક આવ્યો છે. છોકરી પોતે સામે આવી અને કહ્યું કે મારી સાથે કોઇ જવાને કોઇ છેડછાડ નથી કરી. આ તો સેનાને બદનામ કરવાનું ષડયંત્ર છે. છોકરીએ જણાવ્યું કે એક યુવકએ પહેલા એને લાફો માર્યો હતો. અને ત્યાર પછી લોકોને ભેગા કરી તેમને ઉત્તેજીત કર્યા જેના કારણે વાતાવરણ બગડી ગયું હતું. ત્યારે સેનાએ પણ આ મુદ્દાને બદનામ કરવાનું ષડયંત્ર જણાવ્યું છે.
શું થયું હતુ છોકરી સાથે?
હું મારી શાળાએથી પાછી આવી રહી હતી એ જ સમયે મેં મારુ સ્કુલ બેગ મારી ફ્રેન્ડને આપ્યું અને બાથરૂમ ગઇ. ત્યારે એક સ્થાનીક છોકરો ત્યાં આવ્યો અને મારું બેગ છીનવાની કોશિશ કરી, મેં એ છોકરાનો વિરોધ કર્યો તો છોકરાએ મને લાફો માર્યો. ત્યારે એક પોલીસવાળા આવ્યા અને મને પોલીસ સ્ટેશન લઇ ગયા. ત્યાર પછી તે છોકરાએ અને છોકરાઓને સેના વિરૂધ ઉશ્કેરણી કરી જેના કારણે વાતાવરણ તંગ બન્યું.
સેનાનો અભિપ્રાય
સેનાએ પોતાના એક નિવેદનમાં એ પણ કહ્યું હતું કે છોકરીએ સેના પર છેડછાડનો આરોપ નથી લગાયો, છેડછાડમાં કોઇ જવાનનો સામેલ નથી. આ ઉપરાંત ભાગલાવાદીઓએ મંગળવારે કાશ્મીર બંધની ઘોષણા કરી છે જેના કારણે પ્રશાસને શહેરમાં કેટલાક વિસ્તારોમાં સુરક્ષા કડક કરી દીધી છે.
મુખ્યમંત્રી મહબૂબાએ આપ્યો તપાસનો આદેશ
હાલમાં રાજ્યની મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ આ મુદ્દે તપાસ કરવાનો આદેશ આપ્યો છે, ત્યારે સેનાએ પણ પોતાના સ્તર પર તપાસનો વિશ્વાસ આપ્યો છે.
એક રાષ્ટ્રીય ક્રિકેટર સહિત ત્રણની મોત
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીર સરહદી જિલ્લામાં કુપવાડાના હંદવાડામાં છેડછાડની ઘટનાનો વિરોધ કરતા ગ્રામજનો વિરુધ્ધ સેનાની કાર્યવાહીમાં એક રાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટર સહિત ત્રણ લોકોની મોત થઇ છે.
Wednesday, 13 April 2016
સેનાએ નથી કરી મારી છેડતી, પીડિતાનો ખુલાસો
Labels:
સમાચાર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment